
ટેલી-ફિઝિયોથેરાપી એ વર્ચ્યુઅલ ફિઝિયોથેરાપી છે, જેમાં દૂરસંચાર ટેક્નોલોજીનો ઉપયોગ એપોઇન્ટમેન્ટ લેવા માટે થાય છે. ટેલી-ફિઝીયોથેરાપી દર્દીની સંભાળ પૂરી પાડે છે જેમાં મૂલ્યાંકન, નિદાન અને સારવાર યોજનાનો સમાવેશ થાય છે. તેમાં વિડિયો કોલિંગ, ઈમેલ અને વિવિધ એપ્લિકેશનો જેવી તકનીકોનો ઉપયોગ થાય છે.
ટેલી-ફિઝીયોથેરાપી થી કેવી સ્થિતિઓ ની સારવાર કરી શકાય?
- ગરદન, ખભા, પીઠ, ઘૂંટણ, પગની ઘૂંટીમાં લાંબા ગાળાનો દુઃખાવો.
- સ્નાયુ & હાડકાં તકલીફો જેવીકે જકડાય ગયેલ ખભો, ડિસ્ક હર્નિએશન વગેરે.
- ન્યુરોલોજિકલ પરિસ્થિતિઓ જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, જીબી સિન્ડ્રોમ, વગેરે.
- બાળરોગી પરિસ્થિતિઓ જેમ કે વિલંબિત માઇલસ્ટોન.
- વૃદ્ધાવસ્થાની તકલીફો જેમ કે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ.
- મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે તણાવ અસંયમ, પ્રસૂતિ પૂર્વે & પછીની નબળાઈ.
- વેસ્ટિબ્યુલર વિકૃતિઓ જેમ કે માઇગ્રેન, ચક્કર વગેરે.